વહાલા, વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓને આ વેબસાઈટ સાદર અર્પણ કરૂ છુ.
અનુભવે જોવા મળ્યું છે કે રાષ્ટ્રીય સ્તર ની સ્પર્ધા ત્મક પરીક્ષા ઓ કે જે કારકિર્દી નિર્માણ નૉ પાયો છે.તેમા ઘણા ખરા ગુજરાતી વિદ્યાર્થીઓ ખૂબ મુશ્કેલીઓ અનુભવૅ છે.
આ વેબસાઇટ નો હેતુ આવા વિદ્યાર્થીઓ ને રાષ્ટ્રીય કે રાજ્યની કારકિર્દી નિર્ણાયક સ્પર્ધા ત્મક પરીક્ષાઓનો ભય દૂર કરી આયોજન અને વ્યૂહાત્મક તૈયારીઓ કરાવવાનો છે.
GUJ CET જે માત્ર ધો- ૧૨ ના કોર્સ પર આધારિત છે તે ને નજર સમક્ષ રાખી વિજ્ઞાન પ્રવાહ ના ગુજરાતી વિદ્યાર્થીઓ માટે દૈનિક ધોરણે માત્ર 15 થી 20 મીનીટ નુ PHYSICS વિષય નુ ક્રમ વાર ટૉપીક ની સૂત્રો ,નમૂનાના ઉદાહરણ સાથે એક પેજ પર મૂકાશે.
દૈનિક ધોરણે વિદ્યાર્થીઓ ધેર બેઠા અભ્યાસ કરી શકે તૅવા હેતુ થી આ સાઇટ તદ્દન મફત ઉપલબ્ધ છે.
આ સાઈટ " સાધના ફીઝીક્સ સ્ટડી સેન્ટર" સુરેન્દ્રનગર દ્વારા નિર્માણ કરાઈ છે.અને સંચાલીત થઇ રહી છે.
શિક્ષણ ના સાહિત્ય ના દાન કરતા ય સ્નેહ સભર જ્ઞાનનો વિનિમય વધુ શ્રેય સ્કર છે.વિદ્યાર્થી સાથે શિક્ષક-અધ્યાપકનો નાતો પ્રેમ સભર હોવો ઘટે.ધંધા દારી સંબંધ ઉષ્માવિહીન હોવાથી અલ્પજીવી નીવડે છે.
આ સંબંધ દીર્ઘ જીવી બનાવવા બન્ને પક્ષે ઉદાર-વિશાળ હ્દયી થવું જો ઇએ.શરૂઆત શિક્ષકે કરવી ઘટે. સ્ટુડન્ટસ માં રહેલી ક્ષમતા ને ઉજાગર કરવા શિક્ષકે ધીરજ ધરી પ્રખર પુરુષાર્થ કરવો પડે જે એક મહાન પડકાર છે.
આ વિચારો છે " સાધના ફીઝીક્સ સ્ટડી સેન્ટર, સુરેન્દ્રનગર" અને આ વેબસાઈટ ના સંસ્થાપક અને સંચાલક શ્રી ધીરજ પટેલના. હંમેશાં શિક્ષણ-સંસ્કાર ના શ્રેષ્ઠ વિનિમય વિશે વિચારતા, પ્રયોગો મારફત ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા મથામણ કરતા શિક્ષણવિદ્ છે.પોતે ઈજનેરી સ્નાતક હોવા છતાંય વરસો થી શિક્ષણ ને એક મિશન તરીકે સ્વીકારી કારકિર્દી અને યુવાનીના ઉબરે ઊભેલા સ્ટુડન્ટસ ને એ સ્ટેજે યોગ્ય પથપ્રદર્શન પૂરૂ પાડવા તેમણે ઈજનેરી ક્ષેત્રને ચાર વર્ષ અગાઉ તિલાજલી આપી પોતાનું સંપૂર્ણ ધ્યાન એક માત્ર વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓ તરફ કેન્દ્રિત કર્યું.
ધોરણ 11-12 સાયન્સ ના સ્ટુડન્ટસ ના ભૌતિક વિજ્ઞાનના શિક્ષક, સહાયક અને મનોવૈજ્ઞાનિક મદદગાર બની રહ્યા. સ્નેહ સિન્ચન મારફત શ્રેષ્ઠ સ્ટડી સાથે તરવરતા યુવાનોમા આત્મવિશ્વાસ, પ્રામાણિકતા, અને શિસ્ત ના પાઠ શીખવવા તેમના શિક્ષણ કાર્યમાં તેઓ પ્રયોગો કરતા રહે છે.
કારકિર્દી લક્ષી સ્પર્ધાત્મક પરિક્ષા ઓમા ગુજરાતી વિદ્યાર્થીઓ નું નબળું પરફોર્મન્સ તેમની ચિંતા નો વિષય છે. ગુજરાતી સ્ટુડન્ટસ ની આ કમીની પૂર્તતા કરવાના ભાગ રૂપે આ વેબસાઈટ નું સર્જન થયું છે.
આશા જ નહી શ્રદ્ધા છે કે તેમનો આ રચનાત્મક અભિગમ અને ઉન્નત ભાવના શ્રેષ્ઠ પરિણામોની શૃખલાઓનુ નિર્માણ કરશે.
ધીરજ પટેલ
સાધના ફીઝીક્સ સ્ટડી સેન્ટર,સુરેન્દ્રનગર