Please call us on 09426210807 For any kind of inquiry.
Start Your Free Exam

MCQ 4 (જૂન 19) નો ઉકેલ

16-06-2019

MCQ 4 of June 19 તા. 9/6/19

જ્યારે બે સપાટીઓને ઊંજણ (Lubricant)થી કવર કરવામાં આવે તો એ બે સપાટીઓ એકબીજા પર રાખવાથી ----------- (A) ગબડશે. (Roll upon each other) (B) સરકશે.(Slide upon each other) (C) પરસ્પર ચોંટી જશે. (Stick to each other) (D) આપેલ પૈકી એકેય નહિ

MCQ 4 (જૂન 19) નો ઉકેલ:- ઊંજણ તેલ સપાટી પર લગાડવાથી સપાટીના ખરબચડાપણા ના ખાંચા ખૂંચા (undulations) માં આ તેલના અણુઓ ગોઠવાઈ જતાં આ સપાટીઓ વચ્ચેનું ઘર્ષણ નહિવત થઈ જાય છે પરિણામે સપાટીઓ એકબીજા પર રાખતા સરકશે. આમ વિકલ્પ B સાચો બને.

MCQ 3 (જૂન 19) નો ઉકેલ

15-06-2019

MCQ 3 of June 19 તા. 8/6/19

એક મોટા દળ M ના બ્લોક પર બીજો નાના દળ m નો બ્લોક મુકેલ છે.આ બે બ્લોક્સ વચ્ચેનો ઘર્ષણાંક μ1 છે. જો મોટો M દળનો બ્લોક જે સમક્ષિતિજ સપાટી પર મુકેલ છે એ સપાટી અને આ મોટા બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક μ2 હોય તો M દળના બ્લોક પર સપાટીને સમાંતર ------- મૂલ્યનું મહત્તમ બળ લગાડવું જોઈએ કે જેથી બંને બ્લોકો એકબીજાથી છૂટા પડ્યા વિના એકસાથે ગતિ કરે.

(A) (M+m)(μ21)g  (B) (M- m)(μ21)g (C) (M- m)(μ2+ μ1)g (D) (M+m)(μ2 + μ1)g

MCQ 3 (જૂન 19) નો ઉકેલ:- અહીઆપેલ સવાલ માટે યાદ રાખો કે ઉપરના m દળ ના બ્લોક પર લાગતું બળ બંને બ્લોક વચ્ચેના મહત્તમ સ્થિત ઘર્ષણ બળ f1 = μ1 ×mg થી વધવું ના જોઈએ. ધારો કે આ બંને બ્લોકોનું તંત્ર a પ્રવેગ થી ગતિ કરે છે. અને માઁગેલ બળ F  àª›à«‡ જે M વાળા બ્લોક પર સપાટીને સમાંતર લાગે છે. તેથી

[તંત્ર પર ગતિની દિશામાં લાગતાં બળો– ગતિ ની વિરુદ્ધ દિશાના બળો = તંત્રનું દળ × àª¤àª‚àª¤à«àª°àª¨à«‹ પ્રવેગ ]  àª† સૂત્ર પ્રથમ તંત્ર માટે લગાડતા F -  μ2(M+m)g =(M+m)a  -----(1)

હવે આ સૂત્ર m દળના બ્લોક માટે લગાડતા μ1 ×mg =(m)a  àª…થવા a = μ1 g -----(2) પરિણામ 1 અને 2 પરથી આપણે તારવી શકીએ કે F= (M+m)(μ2 + μ1)g  આમ વિકલ્પ D સાચો છે.

MCQ 2 (જૂન 19) નો ઉકેલ

14-06-2019

MCQ 2 of June 19 તા. 7/6/19

ખરબચડી સમક્ષિતિજ સપાટી પર મુકેલ 4 kg દળના એક બ્લોકને તેના સ્થાનેથી ગતિ શરૂ કરાવવા પૂરતું સમક્ષિતિજ દિશાનું બળ લગાડવામાં આવે છે. બ્લોક અને સપાટી વચ્ચેના સ્થિત અને ગતિકીય ઘર્ષણાંકો અનુક્રમે  0.8  àª…ને 0.6 છે. જો આ બ્લોક પર સપાટીને સમાંતર લગાડેલ ઉક્ત બળ આ બ્લોક ગતિ માં આવ્યા બાદ પણ ચાલુ રાખવામા આવે તો આ બ્લોકનો અચળ પ્રવેગ  -------- ms-2 હોય. ( g= 10 ms-2 લો)  (A) 0.25 (B) 0.50 (C) 2.0 (D) 4.0

MCQ 2 (જૂન 19) નો ઉકેલ:- અહી બ્લોકને તેના સ્થાનેથી ગતિ શરૂ કરાવવા પૂરતું સમક્ષિતિજ દિશાનું બળ લગાડવામાં આવે છે જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ fs(max) = μs ×mg = 0.8×4 ×10 = 32 N જેટલું હોય છે. હવે જ્યારે બ્લોક ગતિ માં આવે ત્યારે ગતિકીય ઘર્ષણાંક μk  àª¸àª•્રિય બને છે.અહી હવે બ્લોક પર લાગતું બળ fk = μk ×mg = 0.6×4 ×10 = 24 N જેટલું હોય છે.  àª¬à«àª²à«‹àª• પર લાગતાં બળ માં થતો ફેરફાર 32 – 24 = 8 N છે. તેથી પ્રવેગ a= F/m સૂત્ર મુજબ a= 8/4 = 2 ms-2  àª†àª® વિકલ્પ C સાચો બને.   

Contact Us For Advertisement

Advertising Space Available
For More Details

Prashant Patel
098250 52660

Over 7000+ Inspirational, Motivational, Success Quotes and sayings.
Please visit below website.