Please call us on 09426210807 For any kind of inquiry.
Start Your Free Exam

આજનો ઉકેલ MCQ 29/5/19

05-06-2019

MCQ  29/5/19

એક સમાંતર પ્લેટ કેપેસીટર ની બે પ્લેટો વચ્ચેનું અંતર d અને એનું કેપેસીટન્સ C છે. આ અંતર બમણું કરી એમાં સંપૂર્ણ રીતે મીણ ભરી દેવામાં આવે તો આ કેપેસીટર નું કેપેસીટન્સ પણ બમણું થાય છે. તો આ મીણ નો ડાય ઇલેક્ટ્રીક અચળાંક --------- હોય. (A) 2 (B) 3 (C) 4 (D) 6

ઉકેલ:- જો પ્લેટો વચ્ચે હવા હોય તો કેપેસીટન્સ નું સૂત્ર     --------(1) છે.

મીણ નો ડાય ઇલેક્ટ્રીક અચળાંક ધારો કે K છે. પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરી એમાં સંપૂર્ણ રીતે મીણ ભરી દેવાથી  àª¤à«‹ આ કેપેસીટર નું કેપેસીટન્સ પણ બમણું 2C થતું હોવાથી ઉક્ત સૂત્ર આ કિસ્સામાં પણ લગાડતા      ---------(2) સમી. 2 ને  1 વડે ભાગતા     આમ વિકલ્પ C સાચો બને.

આજનો MCQ 1 of June 19

05-06-2019

MCQ 1 of June 19

4 kg દળનો એક બ્લોક 0.8 સ્થિત ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતિજ સપાટી પર મુકેલ છે. જો આ બ્લોક પર સપાટી ને સમાંતર 16 N બળ લગાડવામાં આવે તો આ બ્લોક અને સપાટી વચ્ચે નું ઘર્ષણ બળ -------- N હોય. ( g= 10 ms-2 લો) 

(A) 16  (B) 24 (C) 32 (D) 10

આ સવાલની સમજૂતી આવતી 12 મીએ અપાશે.

ગતિ ના નિયમો 2

04-06-2019

1. બળ ના એકમો
(A) નિરપેક્ષ(Absolute)
 (i) SI સિસ્ટમ માં એકમ ન્યુટન - સંજ્ઞા N છે. 1N = 1kg. m s-2

(ii)CGS  સિસ્ટમ માં એકમ ડાઈન-  સંજ્ઞા dyne  છે. 1dyne= 1 g cm s-2

(iii) બન્ને સિસ્ટમના એકમ ના પરસ્પર સંબંધો  1 N = 105 dyne. છે. 
(B) ગુરુત્વાકર્ષીય(Gravitational)
(i) SI સિસ્ટમ માં ગુરુત્વ બળ નો એકમ કિલોગ્રામ વેઈટ- સંજ્ઞા kgwt  અથવા kgf (કિલોગ્રામ ફોર્સ)છે. 1kgf =  9.8 N 

(ii)CGS  સિસ્ટમ માં ગુ.બળ નો એકમ ગ્રામ વેઈટ-  સંજ્ઞા gwt અથવા gf (ગ્રામ ફોર્સ) છે. 1gf = 980 dyne 
2.બળ એ સદીશ રાશિ છે. તેનું પારિમાણિક સૂત્ર [F]= MLT-2 ( F = ma પરથી)
3.બળની કાર્યરેખા એ જે સીધી લીટીમાં બળ લાગુ પડે છે તે દર્શાવે છે.
4.જ્યારે કોઈ પદાર્થ કે કણ પર એક સાથે એક થી વધુ બળો લાગુ પડે ત્યારે તેવા બળોને એકબિંદુગામી બળો (concurrent) કહે છે. આવા એક બિન્દુગામી બળો (i) સમરેખસ્થ:- એક જ સુરેખ પથ પર લાગે (ii)સમતલીય :- એક જ સમતલ માં લાગુ પડે.
5. અચળ બળ:- જ્યારે લાગુ પડતા બળ નું મુલ્ય અને દિશા એકસમાન રહેતા હોય તો તેવા બળો અચળ બળો કહેવાય છે. દા. ત.દોરીમાંનું તણાવ બળ.
6.ચલ બળ:-

(i) સમયાધારીત(time dependent)ચલ બળ:- જ્યારે બળનું માન કે દિશા અથવા બેઉ સમય સાથે બદલાતા હોય તો તેવા બળને સમયાધારીત(time dependent)ચલ બળ કહે છે.દા. ત. બદલાતા જતાં વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારીત કણ ની ગતિ.

(ii) સ્થાનાધારીત(position dependent)ચલ બળ:- જ્યારે કણ પર લાગતું બળ તેના સ્થાન પર આધારિત હોય તો તેવા બળને સ્થાનાધારીત ચલ બળ કહે છે.દા. ત.બે વિદ્યુતભારીત કણો વચ્ચે નું વિદ્યુત બળ અને બે દળ ધારીત કણો વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ.

(iii) વેગાધારીત બળ:- જ્યારે કણ પર લાગતું બળ તેના વેગ પર આધારિત હોય તો તેવા બળને વેગાધારીત ચલ બળ કહે છે.દા. ત.તરલ નું સ્નિગ્ધતા બળ(Viscous force) અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારીત કણ પર લાગતું બળ.
7. આલેખ નીચેનો વિસ્તાર જે તે સમય ગાળા વચ્ચે નો વેગમાન નો તફાવત દર્શાવે છે.
8.બળનો સંઘાત(Impulse):- બળ અને સમય ના ગુણાકાર ને બળનો આઘાત કહે છે. જે વેગમાન નો ફેરફાર દર્શાવે છે. સુત્રાત્મક રીતે    àªœà«àª¯àª¾àª‚  àª લાગતા સમયની અવધિ છે. P2 અને P1 એ આ ગાળા ના અંત અને શરુઆત ના વેગમાન છે. આ રાશિ નો SI એકમ  સૂત્ર મુજબ Ns થાય અને CGS એકમ dyne s થાય. આ સદીશ રાશિ છે જેની દીશા બળ F ની દિશામાં જ હોય છે. આ રાશિ નું પા. સૂ. MLT-1 છે.

Contact Us For Advertisement

Advertising Space Available
For More Details

Prashant Patel
098250 52660

Over 7000+ Inspirational, Motivational, Success Quotes and sayings.
Please visit below website.